દીકરી અથવા જમાઈની સાસુ શું ખરેખર માતા બની શકે ખરી?

(26)
  • 2.8k
  • 7
  • 1k

“ભલેને મારી વહુ હોય પણ મારે મન તો મારી દીકરી જેવી જ છે!” “અમારો જમાઈ દીકરાની જેમ કાયમ અમારી બાજુમાં ઉભો હોય છે!” “મારે કોઈ દીકરી નથીને? એટલે હું મારી વહુને દીકરી જ ગણું છું!!” આવા તો અનેક વાક્યો આપણે આપણા રોજબરોજના જીવનમાં સાંભળતા હોઈએ છીએ. આની જેમ જ વહુઓ કે જમાઈઓ પણ પોતપોતાના સાસુ-સસરાને ‘મમ્મી-પપ્પા’ જ માનતા હોય છે એવું પણ આપણને જોવા મળ્યું છે. બહુ ઓછા કિસ્સામાં આ પ્રકારની લાગણી લગ્ન થયાના વર્ષો બાદ પણ ટકી રહેલી જોવા મળતી હોય છે. મોટેભાગે દીકરી કે દીકરાના લગ્ન થયાના અમુક જ મહિનામાં ખાસકરીને સાસુઓ અને વહુઓ મમ્મીમાંથી સાસુ અને દીકરી