જરા હસી લે, ભાઈ ! ------------------------------------------------ આ મહિનામાં ઉપવાસ કરનારાની સંખ્યા તેજીમાં શેરબજારમાં રોકાણ કરનારા લોકોની જેમ વધી જાય છે. ‘માસ’ (વજન) ઘટાડવું એ આ મહિનામાં ઉપવાસ કરવાનું એક મહત્વનું અને ઓછું ચર્ચાતું કારણ પણ કહી શકાય ------------------------------------------------ અધિકમાસ આવે એટલે દરેક શેરીઓમાં રહેતી વૃદ્ધાઓ અને ધાર્મિક મહિલાઓ હોરર ફિલ્મમાં આવતા ‘ઝોમ્બિસ’ની માફક અચાનક હરકતમાં આવી જાય. આમ જોવા જઈએ તો અધિકમાસ બધા જ મહિનાઓમાં ‘મહેમાન કલાકાર’ કહેવાય, પણ બધાએ તેને વધારે પડતું મહત્વ આપીને ‘સુપરસ્ટાર’ બનાવી દીધો છે. બધા મહિનાઓમાં શ્રાવણનું મહત્વ ભક્તિ માટે વધુ કહેવાય, પણ જે વર્ષમાં અધિકમાસ હોય તે વર્ષ પૂરતો શ્રાવણમાસ મુખ્ય કલાકારમાંથી સીધો જ