સારંગી પર હાથ થિરકતા હોય એમ અર્ણવની આંગળીઓ થિરકવા લાગી. બંધ આંખો ને મ્લાન ચહેરો. ચહેરા પર એક અજબ પ્રકારનો જાદુ, સૌને આકર્ષી જતો હતો. સામે બેઠેલા પ્રેક્ષકો અનિમેષ નજરે અર્ણવમાં ખોવાઈ ગયા હતા. પણ આ આકર્ષણનું કારણ એ ભાવુક ચહેરો ન હતો, પણ અર્ણવના ગળે બેઠેલી સરસ્વતી હતી. સાક્ષાત મા શારદા એના કંઠે મોરપીંછ ફેરવી રહી હોય એવો મધુર અવાજ નીકળતો હતો એના કંઠમાંથી. પ્રેક્ષકો પર મોહિની ફરી વળી હોય તેમ નીરવ શાંતિ હતી હૉલમાં, બધા જાણે અર્ણવ દ્વારા ગવાતા ગીતને માણતા ન હતા પરંતુ જીવતા હતા. "જ્યાં જ્યાં નજર મારી ઠરે સુરખી ભરી છે આપની...." કવિ કલાપીની આ