બુધવારની બપોરે - 38

(14)
  • 4.3k
  • 4
  • 1.2k

આજકાલ જીમમાં જઇને બૉડી-મસલ્સ બનાવનાર યુવાનો એમના બાવડાના ઉપસેલા મસલ્સ બતાવવા અડધી બાંયના શર્ટની પણ બાંયો ચઢાવીને ગર્વપૂર્વક ફરતા હોય છે, એમને માટે મને માન છે. હું મૅક્સિમમ તો એવું મારૂં પેટ ફૂલાવી શકું છું ને લોકો એને સહેજ પણ ગૌરવપૂર્વક જોતા નથી. પણ ફિલ્મ ‘ઊરી’માં હીરો વિકી કૌશલને જોયા પછી તાજ્જુબી થઇ કે, આ જ વિકી અગાઉ ફિલ્મ ‘રાઝી’ (‘મૂડ કે ના દેખો દિલબરો...’) અને સંજય દત્તની ‘સંજુ’માં કેવો પતલો અને આપણા જેવો લાગતો હતો! પણ ‘ઊરી’માં એ જ વિકીને ભારતીય ફૌજના એક મર્દ જવાન તરીકે જોયા પછી એ છોકરા માટે માન થઇ ગયું કે, આ ફિલ્મ માટે એ છોકરાએ રોજના પાંચ કલાક લશ્કરી તાલીમ સાથે કસરતો કરીને કેવું સ્નાયુબધ્ધ શરીર બનાવ્યું છે,