સમુદ્રાન્તિકે - 13

(80)
  • 8.2k
  • 6
  • 4.9k

આજ સવારથી ક્રિષ્નાની રાહ જોતો બેઠો છું. દયારામને મેં કહી દીધું છે કે હું જમવાનો નથી અમે ક્રિષ્નાના ઘરે અને ત્યાંથી દરિયે ફરવા જવાના છીએ. પરંતુ અત્યારે દસ વાગવા આવ્યા તો યે ક્રિષ્નાનો પત્તો નથી. ‘હવે, સાયેબ, કયો તો ચૂલો ચાલુ કરું. નહીંતર ખાડી ઊતરી જાવ, ખાડી ભરાઈ જાસે તો સાંજ લગણ આંય પડ્યા રેવાનું થાસે’ દયારામે કહ્યું. ‘સારું.’ મેં મારો બગલથેલો ખભે નાખ્યો, ‘હું જઉં છું. કદાચ ક્રિષ્ના આવે તો હું ડક્કા તરફ હોઈશ તેમ કહેજે.’