રાહી અને શિવમ ઘણો વખત સુધી કોફીશોપમાં બેઠા પછી રાહી ઘરે જવા માટેની તૈયારી કરે છે ત્યારે “ હું આજ તારી પાસે કઈંક માંગુ.?” કહેતા શિવમ રાહીને રોકે છે. આ સાંભળતા જ રાહી ફરીને શિવમની સામે જોવે છે અને શિવમને હકારમાં જવાબ આપે છે અને મનમાં જ વિચારે છે કે , “ શિવમ વળી તેની પાસે શું માંગવાનો હશે?” “ તું પણ મને તે પરીવારની ખુશી આપી શકે?” શિવમે રાહી સામે જોતાં કહ્યું. “ મતલબ?” રાહીએ ચોંકતા કહ્યું. “ મતલબ એ કે તું આજ મારી સાથે