નિશીથની કાર પાલીતાણા તરફ દોડી રહી હતી. નિશીથની બાજુમાં કશિશ બેઠી હતી અને પાછળની સીટ પર નૈના બેઠી હતી. તે લોકો હોટલથી નિકળ્યા તેને એકાદ કલાક જેવો સમય થઇ ગયો હતો. ત્રણેય પોતપોતાના વિચારોમાં ખોવાયેલા હતા. કશિશ અત્યારે પણ કાલના વિચાર કરી હતી. કાલે તેણે લોકેટ ખોલ્યું તેમાંથી એક કાગળ નિકળ્યો હતો. આ કાગળ પર એક નકશો દોરેલો હતો. કશિશે કાગળને જાળવીને બેડ પર મુક્યો અને નકશો જોતાજ તે બોલી “આ તો કોઇ નકશાનો અડધો ભાગ લાગે છે.” “હા, આપણી પાસે આ નો બીજો ભાગ પહેલેથીજ છે.” એમ કહી નિશીથે ઉભા થઇ તેની બેગમાંથી એક કાગળ કાઢ્યો. તે સુરસિંહ