પ્રેમ વાસના - પ્રકરણ - 4

(277)
  • 8.2k
  • 7
  • 5.7k

પ્રેમવાસના પ્રકરણ-4 વૈભવ અને વૈભવીએ લોખંડનાં ગોળાકાર મોટાં ઝાપાનાં વીકેટ ગેટમાંથી મંદિરનાં પ્રાંગણમાં પ્રવેશ કર્યો. અંદર સામેજ આરામ ખુરશી પર બેઠલાં મોટી સફેદ દાઢીવાળા સંત સમાન મહારાજ બેઠાં હતાં એમને પગે લાગીને આશીર્વાદ લીધાં. વૈભવીએ નમસ્કાર કરીને આશીર્વાદ લીધાં અને અગ્નિભૂષ્ણ મહારાજે આશીર્વાદ તો આપ્યાં એને પરંતુ એની સામે જોવાં લાગ્યાં. તેઓ જાણે વૈભવીને વાંચી રહ્યાં હતાં. તેઓ એકદમજ એમની ખુરશીમાંથી ઉભા થઇ ગયાં અને તુરંત યજ્ઞશાળા તરફ ઝડપથી ગયાં અને હવનકૂંડમાંથી ભસ્મની મૂઠી ભરીને ત્વરિત ગતિએ વૈભવી પાસે આવ્યાં અને વૈભવ અને વૈભવી બંન્નેનાં માથા પર ભસ્મ નાંખી અને ભસ્મનો કપાળે ચાંલ્લો કર્યો. વૈભવી તો ડઘાઇ ગઇ