સોરઠની ધરતી હંમેશા તેના વિરો અને વિરાંગનાથી ઓળખાય છે. રાષ્ટ્રીય શાયર ઝવેચંદ મેઘાણીએ પણ પોતાની વાતોમાં સોરઠી વિરગાથામાં વિરાંગનાઓની અનેક વાતો લખી છે. જેમાં ગીરના સાવજ સામે બાથ ભીડનાર ચારણ કન્યાની વાત આજે પણ ગુજરાતી લોક સાહિત્યની શાન છે. આવીજ એક વિરાંગના દ્રષ્ટીની વાત આજે તેના જ શબ્દોમાં રજૂ કરવા જઇ રહ્યો છું. હું દ્રષ્ટી મૂળ ગોહિલવાડના નાનકડા ગામડાના બારોટ પરિવારની દિકરી. બારોટ સમાજ પર ર્માં સરસ્વીતીનો આર્શિવાદ હોય એટલે અમારી વાણીમાં ર્માંનો વસવાટ હોય છે. પણ મારો જન્મ થયો ત્યારથી જ મારે વાણી નથી. ત્યારે વાણીમાં ર્માં સરસ્વતીનો વાસ હવે, મારા માટે અશક્ય વાત હતી. મારી વાણી મને મળે