ઓપરેશન પુકાર - 5

(92)
  • 8.6k
  • 9
  • 5.6k

ધુડડડડ... ધડુમ... એકાએક જાણે આભ ફાટ્યું હોય તેવો આકાશમાં જોરદાર કડાકા થયાની બીજી જ સેકન્ડ સાપની જીભની જેમ લબકારા મારતી જોરદાર પ્રકાશપૂંજથી અંધકારના આવરણને તોડી વિજળીના પ્રકાશપૂંજ ચારે તરફ રેલાયો અને પછી મુશળધાર વરસાદ તૂટી પડ્યો. ખામોશી... એકદમ ખામોશીભર્યા વાતાવરણમાં ગીચ જંગલની અંદર કેટલાય મોતના મરજીવા મક્કમ પગલે આગળ વધતા હતા.