અજવાળાંનો ઓટોગ્રાફ - 31

(15)
  • 5.2k
  • 1
  • 1.1k

જન્મ થયા પછી દરેક બાળકને મળતો પહેલો અધિકાર રડવાનો હોય છે. રુદન ફક્ત અભિવ્યક્તિ નહિ, ક્યારેક જરૂરીયાત હોય છે. આંસુઓ આંખોનું ઓશિયાળાપણું નથી, તેઓ આંખોની જાહોજલાલી છે. જાહેરમાં રડી શકવાની લક્ઝરી દીકરાને બહુ મર્યાદિત ઉંમર સુધી જ મળે છે. ત્યાર બાદ અચાનક એને એવું પ્રતીત કરાવવામાં આવે છે કે પુરુષ તરીકેની ઓળખાણ પ્રસ્થાપિત કરવા માટે આંખો કોરી રાખવી જરૂરી છે.