ડોક્ટરની ડાયરી - સીઝન - 2 - 11

(178)
  • 12.8k
  • 13
  • 7.8k

બપોરના બે વાગ્યા હતા. ડો. જોષી કારમાં બેસીને અંગત કામ સબબ બહારગામ જવા નીકળ્યા હતા. રસ્તામાં ભીમપુરા ગામ આવ્યું. રસ્તો ગામની વચ્ચે થઇને પસાર થતો હતો. ડ્રાઇવરે પૂછ્યું, “સાહેબ, બીજો કોઇ રોડ નથી જેથી ગામને બાયપાસ કરી શકાય. અંદરથી જ નીકળવું પડશે.” “તો ગાડીને વાળી દે ડાબા હાથે.” ડો. જોષીએ કહ્યું. ધૂળીયો મારગ હતો. વૈશાખી લૂ વરસી રહી હતી. કારનું એ.લી. ચાલુ હતું પણ ઠંડક વરતાતી ન હતી. ભૂખ પણ સોળેય કળાએ ખીલી ઊઠી હતી! આવા સંજોગોમાં ગાડી ગરમ-ગરમ ધૂળના થર પર થઇને ગામને વિંધીને દોડવા લાગી.