સમુદ્રાન્તિકે - 11

(94)
  • 9.4k
  • 6
  • 5.7k

એ જનસમૂહના મેળાપ પછી મારું મન આનંદિત રહેવા લાગ્યું. હવે માર્ગમાં જે કોઈ માણસ મળે તેને હું હાથ ઊંચો કરીને ‘રામરામ’ કહેતો અને પૂછતો, ‘કાં! કેમ છો?’ અને દરેક વખતે એક જ જવાબ મળતો. ‘એ, રામ. હાંકલા છે બાપ.’ આ ભીષણ દારિદ્રયના પ્રદેશમાં, દાણા-પાણીની અછતના દેશમાં, કાળી મજૂરી પછી પણ, પૂરતા વળતર વગરની ધરા પર ‘હાંકલા’ કેવી રીતે હોઈ શકે? તે હું ક્યારેય નથી સમજતો. પણ એ જવાબ સાંભળતાં જ મારા રોમ રોમ પુલકિત થઈ જાય છે, અને હું કબીરાને તબડાવી મૂકું છું.