બસ કર યાર (સંવેદન પ્રેમ સ્ટોરી) ભાગ- ૨૪

(78)
  • 4k
  • 4
  • 1.5k

ભરી મહેફિલ માં પાછું વાળીને હસતી ગઈ..તું મને ગમે છે એવું નજરોથી કહેતી ગઈ ..!!બસ કર યાર..પાર્ટ - ૨૪..સમય ની સાથે...જ ટ્રાવેલ્સ હાજર થઈ ગઈ..સહુ પોતપોતાની ગમતી શિટ પર સેટ થઈ ગયા...અને...ટ્રાવેલ્સ કોઈની પરવા કર્યા વગર પૂરપાટ દોડી ગઈ..માઉન્ટ આબુ ની સફરે....!!અમારી ટુર બે દિવસ ની હતી. ઊગતા સૂરજને સમક્ષ નિહાળી શકાય તેવા અરમાનો નાં મન લઈ સૂર્યોદય પહેલા આવતા લેટ થઈ ગયા.વરસાદ નહોતો પણ વાતાવરણ ધુમ્મસ થી છવાયેલું હતું..એકદમ ગીચ ધુમ્મસ..!પાંચ મીટર નાં અંતર માં જ એકબીજાને ઓળખી શકાય.. બાકી બસ વાદળાં જ વાદળાં..