મન મોહના - ૧

(203)
  • 6.5k
  • 28
  • 3.9k

પ્રકરણ  ૧ ન્યુયોર્કની એક અઘતન ઑફિસમાં બેઠેલાં મનનો ફોન રણકી ઉઠે છે. એક નજર ફોન ઉપર નાખી સ્ક્રીન ઉપર ‘પાપા’ જોતા જ મન કોમ્પ્યુટરમાં ડૂબેલું એનું માથું બહાર કાઢીને ટેબલ પર પડેલો ફોન હાથમાં લે છે. એના પપ્પા જણાવે છે કે એની મમ્મીની તબિયત ઠીક નથી અને એ જલદી પાછો આવી એકવાર એની મમ્મીને મળી જાય તો સારું એવી એની એક માત્ર ઈચ્છા છે. મનને અમેરિકા ગયે બે વરસ થયા એ પછી એક પણ વાર એ ભારત પાછો નથી ગયો એ વાતથી મનના પપ્પા પણ પરેશાન હતા. એમણે પણ દીકરાને થોડાક દિવસોની રજા લઈને ભારત આંટો મારી જવા કહ્યું.ફોન મુકતા જ