પ્રેમ વેદના - ૨

(46)
  • 3k
  • 3
  • 3.5k

અત્યાર સુધી આપણે જોયું કે રોશનીના લગ્નની ચર્ચા થઈ રહી હતી, પણ રોશનીને યોગ્ય કોઈ પ્રસ્તાવ આવ્યો નહોતો, રોશની જ્યાં નોકરી કરતી હતી ત્યાં તેનો સહકર્મી રાજ રોશનીથી પ્રભાવિત હતો. હવે આગળ...આંખ બંધ કરું તો તું નઝર આવે,ખુલી આંખે બધામાં તું નઝર આવે,ઘડીક વિચારું કે ખરી કોણ તું?પણ જે ચહેરે હૃદય પણ ધબકાર ચુકે એ સમયે નઝર સામે તું આવે.રાજના મનમાં રોશની નામ જ ગુંજતું હતું. રોશની રાજની અવગણના કરતી હતી, આથી રાજ માટે રોશની એક જીદ બની ગઈ હતી. એ જીદ રાજને પુરી જ કરવી હતી. રાજનો પ્રેમ ક્યારે જીદમાં રૂપાંતર થઈ ગયો એનો એને પણ ખ્યાલ ન હતો.