* ગેબી ગીરનાર - એક રહસ્ય ( ભાગ-૬ ) રસસ્યમય - રોમાંચક - હોરર - સાહસ કથા. લેખક:- વિક્રમ સોલંકી 'જનાબ' -------------------------------------------------------- ભાગ-૬ લેટ આવવા બદલ માફી ચાહું છું. અગાઉના ભાગમાં તમે વાંચ્યું કે, ગીરનાર પહોંચીને અમે હનુમાન દાદાના આશ્રમથી થોડે આગળ આવેલ 'સંત વેલનાથ'ની જગ્યાએ ગયા ત્યારબાદ અમે ત્યાંથી ફોટા પાડવા અને કંઈક નવીન જોવાની લાલચમાં પથ્થરો ઉપર ચડીએ છીએ, પરંતુ ખૂબ ઊંચે પહોંચીને ડર લાગતાં પાછા ફરવાનો વિચાર કરીએ છીએ , એટલામાં અમને ભાવેશની બૂમ સંભળાય છે. હવે આગળ... ભાવેશ જે ઉતરવાની કોશિશ કરી રહ્યો હતો તેનો પગ લપસ્યો હતો. તેની રાડ સાંભળીને અમારા