લાઇમ લાઇટ - ૨૬

(211)
  • 5.3k
  • 7
  • 3.5k

લાઇમ લાઇટ -રાકેશ ઠક્કર પ્રકરણ- ૨૬ સોશિયલ મિડિયા પર શ્રધ્ધાંજલિનો પ્રવાહ વહી રહ્યો હતો. તેમના જીવન અને ફિલ્મો વિશે લખાઇ રહ્યું હતું. પ્રકાશચંદ્રની આર્ટ ફિલ્મોએ દેશનું નામ વિશ્વમાં ગુંજતું કર્યું હતું. તેમાં એ વાતનો ખાસ ઉલ્લેખ હતો કે છેલ્લી ફિલ્મ "લાઇમ લાઇટ" વ્યવસાયિક રીતે સફળ થઇ શકી ન હતી પણ ચર્ચા જગાવી ગઇ હતી. અખબારો અને ટીવી ચેનલો પર નિર્દેશક પ્રકાશચંદ્રના જ સમાચાર છવાયેલા હતા. તેમના વિશેની નાની –મોટી સામાન્ય-અસામાન્ય વાતો સાથે તેમને યાદ કરવામાં આવ્યા હતા. તેની સાથે તેમના અપમૃત્યુ અંગે સિને એસોસિએશને ચિંતા વ્યક્ત કરી હતી. એસોસિએશન તરફથી સહાય જાહેર કરવામાં આવી હતી. અને તેમણે આર્થિક સમસ્યાને કારણે