કોલેજ કાળ રાજવીર ધોરણ 12 પૂરું કરી બીકોમ કરવાની ઇચ્છા ધરાવે છે. તે હોશિયાર તો હતો જ માટે તેના પિતા તેને બી.કોમ.ની શ્રેષ્ઠ કોલેજ એચ એલ કોલેજ ઓફ કોમર્સ અમદાવાદમાં અભ્યાસ માટે એડમિશન અપાવે છે. તે કોલેજ કરવા માટે અમદાવાદ જાય છે, પણ તેનું લક્ષ તો માત્ર સરકારી નોકરી જ છે. અમદાવાદ જેવા મોટા સીટી માં જઈને તે બધાને જોવે છે, કે લોકો સરકારી નોકરી માટે કેટલી મહેનત કરે છે. લોકો સવારના 7 વાગ્યાથી લઈને રાત્રીના 1 વાગ્યા સુધી લાઇબ્રેરીમાં સતત મહેનત કરતાં તે જુએ છે, અને આ બધું જોઈને તેને મહેનત નો નવો રંગ ચડે