વન્સ અપોન અ ટાઈમ - 32

(196)
  • 9.9k
  • 18
  • 7.4k

‘દાઉદ ઈબ્રાહીમ સામે બદલો લેવાના ઝનૂન સાથે રમા નાઈકે સોગંદ ખાધા: ‘હું રમાશંકર નાઈક, દાઉદનું અને એની ગેંગનું નામોનિશાન નહીં મિટાવી દઉં ત્યાં સુધી ચેનથી બેસીશ નહીં.’ રમા નાઈકની એ પ્રતિજ્ઞા સાથે જ અરુણ ગવળી, પાપા ગવળી અને રમાના અન્ય વફાદાર સાથીદારોએ દાઉદ સાથે છેડો ફાડી નાખ્યો. રમા નાઈક અને ગવળી બંધુઓ ઝનૂનપૂર્વક દાઉદ ઈબ્રાહીમની સામે પડ્યા. રમા નાઈકે દાઉદ શરદ શેટ્ટીને પતાવી દેવાની નિષ્ફળ કોશિશ કરી. રમા નાઈકનું ઝનૂન જોઈને શરદ શેટ્ટી મુંબઈ છોડીને દુબઈ ભેગો થઇ ગયો. એટલે દાઉદને વધુ એક ફટકો પડ્યો.