પહેલી મુલાકાત

(28)
  • 6.1k
  • 992

એ રાત હજુ પણ યાદ છે...! આખી રાત પડખા ફેરવીને વિતાવી દીધી કારણ કે,આવતીકાલે હું એને મળવાનો હતો.મારી એની સાથે એ પહેલી મુલાકાત હતી,બસ એ જ વિચારોમાં સવાર પડી ગઈ અને હું ઊંઘયા વગર જ જાગી ગયો. આમ તો હું નક્કી કરેલા સમય કરતાં મોડો હતો.કારણ કે,જ્યારે તમે ઉતાવળ કરતાં હોવને ત્યારે જ બધાં વિઘ્નો તમારી સામે આવે બસ આવું જ કાંઈક મારી સાથે બન્યું હતું.નક્કી કરેલા સમયે જ્યારે હું તેની સાથે ત્યાં હોવો જોઈતો હતો,એના બદલે હજુ હું બસમાં જ હતો.હજુ મારે અમદાવાદ પહોંચવામાં એક કલાક કરતાં વધારે સમય જતો રહેશે એવું હું અનુમાન લગાડી રહ્યો હતો.પરંતુ