ચીસ - 26

(138)
  • 6.1k
  • 12
  • 2.9k

ઈલ્તજાની ગોરી ટાંગો થરથરી રહી હતી.આઈનામાં રહેલા પ્રતિબિંબ સામે એણે નજર મિલાવી નહોતી તેમ છતાં તેની અંગુલીને પકડી કોઈ ભીતર ખેંચી રહ્યું હતું ખેંચાણ એટલું જબરજસ્ત હતું કે ઈલ્તજાના ચહેરા પર પીડા લીંપાઈ ગઈ હતી.પોતાની જાતને બચાવવાના નિષ્ફળ પ્રયાસને આલમ ભેદી મુસ્કાન સાથે એકધારું જોઈ રહ્યો હતો. એની નજરોમાં પોતાના માટે કામુકતા જોઈને પહેલીવાર ઇલ્તજા ભીતરથી હચમચી ગઈ.કાચ પર જે જગ્યાએ અંગુલી ચીપકી હતી ત્યાંથી લોહીની ટશરો ફૂટવા માંડી.આદમકદ આઈના પર લોહીના રેલા ઉતરવા લાગ્યા. લોહીથી ખરડાયેલો આઈનો જોઈ પોતાનું જ પ્રતિબિંબ મુખમાં હસતાં- હસતાં જાણે કે એની ઠેકડી ઉડાડી રહ્યું હતું.એક ક્ષણ માટે એને એવો વિચાર આવી ગયો કે આ