આઇસક્રીમની એક વેરાઇટી આવે છે: થ્રી ઇન વન. આજે ડો.ની ડાયરીનો એપિસોડ પણ થ્રી-ઇન-વન જેવો છે. “વિજ્ઞાન અને શ્રધ્ધા એ બેમાંથી મારે જો એક ચીજ પસંદ કરવાની આવે તો હું વિજ્ઞાનને જ પસંદ કરું.” સિતેરના દાયકામાં આ મારું ફેવરીટ વાક્ય હતું. ત્યારે હું મેડીકલ કોલેજમાં ભણતો હતો. એનેટોમીના પાશ્ચાત્ય ડોક્ટરોએ લખેલા થોથાં વાંચીને મને લાગતું હતું કે માનવદેહના તમામ રહસ્યો મેં સમજી લીધા છે. ફિઝીયોલીજી ભણી લીધા પછી મને લાગતુ હતુ કે ઇશ્વરની મરજી વગર પાંદડું ફરકતું નથી એ ખાલી દંતકથા છે શરીરના તમામ અવયવો અને તંત્રો દિમાગમાંથી નીકળતી સૂચનાઓ અને એન્ડોક્રાઇનલ હોર્મોન્સના કારણે કામ કરે છે.