ધ ડાર્ક સિક્રેટ - ભાગ ૧૦

(148)
  • 4.3k
  • 9
  • 2.3k

" તે રાત્રે થયું શું હતું ?" આસ્થા એ આવેશ થી પુછ્યું. મિસિસ સ્મિથ એ કહ્યું," આસ્થા , મને નથી ખબર કે તે રાત્રે શું થયું હતું. જે પણ થયું હશે. બહુ ભયંકર ને ખરાબ થયું હશે. જોસેફ બગીચા ની પાછળ ના ભાગ માં બેભાન હાલતમાં મળી આવ્યો હતો. તેના શરીર પર કોઈ ઈજા ન હતી. તે બે દિવસ સુધી બેભાન જ રહૃાો હતો. આ બે દિવસ માં પણ તે બેભાન હાલતમાં " રોઝી.." નું નામ જ લેતો હતો. જ્યારે તે ભાન માં આવ્યો ત્યારે તે બસ ગુમસુમ બેસી રહેતો. તેને ઘણા સવાલો પુછવામાં આવ્યા પણ તેણે કોઈ જવાબ