જાણે-અજાણે (7)

(79)
  • 5k
  • 3
  • 3.4k

નિયતિ તરફ રોહનની નજરમાં ચોખ્ખું દેખાતું હતું કે નિયતિ રૂપી ખજાનાની વાત કરે છે. નિયતિ શરમાઇ અને નજર નીચી ઝુકાવી. રોહને તરત ટેબલ પર ટેકવેલો નિયતિનો હાથ પોતાનાં હાથમાં એ રીતે ઉપાડ્યો જેમ એક પિતા પોતાનાં નવજાત શિશુને ઉપાડે. વાતાવરણ બદલાય રહ્યું અને એક પ્રેમની સુવાસથી મહેંકી ઉઠ્યું. નિયતિનું મન જોર જોરથી ધડકવા લાગ્યું. અને હોઠો પર નાની મુસ્કાન આવવા લાગી. ગાલનો રંગ ગુલાબી થયો અને રોહન તેની તરફ એકીટશે જોતો રહ્યો. મૌન વાતો કરવા લાગ્યું. રોહન અને નિયતિ માટે સમય અને શ્વાસ થંભી ગયા. થોડી ક્ષણો માણ્યા પછી ભાન આવ્યું. "અ..આપણે હવે નિકળવું જોઈએ.