હું એક લાકડાના મકાનમાં ત્રણ દરીંદાઓ સાથે એકલી હતી. એ દરેકની આંખોમાં મને એક જુનુન દેખાઈ રહ્યું હતું. એમાંના બેની આંખમાંથી હવસ નીતરી રહી હતી પણ વિવેકની આંખમાં માત્ર અને માત્ર ગુસ્સો હતો. મને સમજાયુ નહી કે વિવીકે મારી સાથે એવું કેમ કર્યું અને હજુ એની આંખોમાં એટલો ગુસ્સો કેમ છે? મેં તો કયારેય એનું કઈ બગાડયું નહોતું. અમારા પરિવાર વચ્ચે સારા સંબંધ હતા. એના અને મારા પપ્પા સારા મિત્રો હતા. “એનો શિકાર તો હુ જ પહેલા કરીશ.” ત્રણમાંના એકના વાળ લાંબા અને વાંકડિયા હતા એણે કહ્યું. એનો ચહેરો જંગલી જાનવરની યાદ અપાવે તેવો હતો. તેની ઈચ્છાઓ પણ કઈક એવી