પ્યાર તો હોના હી થા - 3

(88)
  • 4.9k
  • 8
  • 2.7k

(આગળના ભાગમાં આપણે જોયું કે મિહીકા અને આદિત્ય એક જ કૉલેજમાં હોય છે પણ તેઓ એકબીજાને બિલકુલ ઓળખતાં નથી. પણ એક પ્રોજેક્ટમા તેઓ સાથે હોય છે. અને તેના માટે બીજા બે મિત્રો ધરા અને સમીર સાથે આહવા ડાંગના જંગલમાં જવાનું નકકી કરે છે. હવે આગળ.) સવારે મિહીકાના પપ્પા એને કૉલેજ પર મૂકી જાય છે મિહીકા ગેટ પાસે ઊભી એના બીજા ગૃપ મેમ્બર્સની રાહ જુએ છે. એટલી વારમાં ધરા પણ ત્યાં આવી પહુંચે છે. બંને એક બીજાને ગુડ મોર્નિંગ વિશ કરે છે. થોડીવાર પછી મિહીકા મોબાઈલમાં ટાઈમ જુએ છે એને ધરાને કહે છે, " ધરા, સમીરને ફોન તો કર ! ક્યાં પહોંચ્યો