ખોંખારો ખાઈને કોફીની ઘૂંટડી ભરતા ભરતા એમણે વાત આગળ ધપાવી, "વહુને પણ અમે ગમતા નહી માટે અમને પૌત્રને જોવાની કે મળવાની મનાઈ હતી. દિકરાના અધર્મ અને મારી મનોસ્થિતિ બંનેના ભાર તળે દેવની માની હાલત બગડતી ચાલી. આખરે એક દિવસ નકુલને પણ વહુના ભાઈના ઘરે કેનેડા મોકલી દેવાયો. ને પૌત્રને માથે હાથ ન ફેરવી શકવાના નિસાસા સાથે દેવની માએ જીવ છોડયો.એના અંતિમ સંસ્કાર કર્યા પછી મેં એ ઘર છોડી દીધું અને અમારા સૌથી પહેલા ને ખંડેર જેવા છત વગરના ઘરમાં રહેવા આવી ગયો. દરેક મિત્ર, સગા સંબંધી સામે મદદ માટે હાથ લાંબો કર્યો, પણ દરેક એ મોઢુ ફેરવ્યું. અને ત્યારથી હું