ચેલેન્જ - 7

(213)
  • 9.1k
  • 6
  • 6.6k

‘પછી…?’ દિલીપે પૂછ્યું. ‘મને પારકી પંચાયત ગમતી નથી એટલે એ માણસને મગજમાંથી કાઢી નાખીને હું ફરીથી સુઈ ગઈ અને ત્યારબાદ તમે આવી, ઘંટડી વગાડીને અને જગાડી દીધી.’ ‘આરતીની એ બંને બહેનપણીઓ કોણ હતી તે તમે કહી શકશો?’ ‘હવે હું તમારા કોઈ જ સવાલોના જવાબો આપવા માંગતી નથી.’ એ સ્ત્રી દિલીપ સામે ચૂંચી નજરે તાકી રહેતી બોલી, ‘હું મારા ફ્લેટમાં જાઉં છું અને પોલીસ આવશે ત્યારે સીધેસીધું મારે જે કહેવાનું છે તે કહી નાખીશ.’