પ્રેમ વાસના - પ્રકરણ - 1

(291)
  • 13.6k
  • 33
  • 9.9k

પ્રકરણ - 1 પ્રેમ વાસના વૈભવ તું આજે શેનાં વિચારોમાં છે ક્યારનો ? આપણે નીકળ્યા ત્યારથી બસ મૌન છે કંઇ બોલતો જ નથી. વૈભવીએ વૈભવને ધીરજ ગુમાવી પ્રશ્ન પૂછી લીધો. વૈભવ કંઇ બોલ્યો નહીં, વૈભવી થોડી અકળાઇ "વિભુ જ્યારથી આપણે બાઇક લઇને નીકળ્યા છીએ એક શબ્દ તારાં મોઢેથી નથી સાંભળ્યો આ શેનું મૌનવ્રત લીધું છે મને અકળામણ થાય છે બોલને... વૈભવે બાઇક થોડી ધીમી કરી અને કહ્યું" વૈભુ મને આજે કંઇ ગમી નથી રહ્યું મને જ નથી ખબર પડી રહી કે મને શું થાય છે ? સાચું કહું તો ગઇકાલ રાત્રીથી મને કોઇ અગમ્ય એહસાસ થાય છે પીડા થાય