નક્ષત્ર (પ્રકરણ 27)

(171)
  • 5.8k
  • 10
  • 1.8k

કિંજલ હજુ એ ઝાડ નીચે સુકા પાંદડા અને ઘાસ પર બેઠી હતી. હુ પણ એનાથી થોડીક દુર ઘાસ પર જ ઉભી હતી. મારી ચારે તરફ અજાણ્યા માણસો હતા. બસ એક કિંજલ મારી પરિચિત હતી. હવે મને એ પણ અજાણ્યી લાગવા માંડી. જાણે હું એને કયારેય ઓળખતી જ ન હોઉં. ખબર નહી કેમ પણ મને લાગવા માંડ્યું કે મારું મોત એકદમ નજીક છે. જાણે એ મારી આસપાસ જ છે. જાણે ભેડા પરના કોઈ વ્રુક્ષની પાછળ લપાઈને બેઠેલુ એ મોત મારી તરફ આંખો માંડીને જ બેઠું છે. જાણે કે મોત દિવસોથી મારો પીછો કરી રહ્યું હતું. જાણે કોલેજના પહેલા જ દિવસે મને