પ્રેમકુંજ-(ભાગ-૧૩)પ્રેમ અને વિશ્વાસનો સંબંધ એ સાગર અને સરિતાના સંબંધ જેવો ગાઢ છે.જે રીતે સરિતા સાગરમાં ભળીને એક થઇ જાય છે.એ જ રીતે પ્રેમ અને વિશ્વાસ પણ એકબીજામાં ભળીને એક થઇ જાય છે.જયા સાચો પ્રેમ હોય છે ત્યા વિશ્વાસ આપોઆપ જ આવી જાય છે.પણ જયા વિશ્વાસ જ નથી હોતો.ત્યા કદિ સાચો પ્રેમ પાંગરતો નથી.જીવનમાં પ્રેમની બુનીયાદ જ નબળી હશે તો જીવનભર એ પ્રેમને ટકાવી રાખવો મુશ્કેલ બની જાય છે. દરેક સંબંધનું એક સત્ય હોય છે.બે વ્યકિતના સત્ય જયારે એક થાય છે ત્યારે જ સાત્વિક પ્રેમનું નિર્માણ થાય છે. પ્રેમ એટલે એકબીજામાં ઓગળવાની આવળત. સંબંધમાં સત્ય કેવુ છે.એના પરથી જ પ્રેમની આવરદા નકકી