લવ કોમ્પ્લીકેટેડ (6)

(37)
  • 3.7k
  • 2
  • 2.1k

ભાગ- 6 તસ્વીર જોઈ મારા હોંશ ઉડી ગયા. લગ્નની તસ્વીર હતી, માધુરી સાથે તે જ હતો જેનો ફોટોગ્રાફ તે દિવસે સૂટકેસમાંથી પડી ગયેલો. મેં આશ્ચર્યભાવે તેની તરફ જોયું. આ છે મારો પાસ્ટ, મારો પતિ જે લગ્નના એક જ મહિનામાં મને છોડી બીજી સાથે જતો રહ્યો. મમ્મી-પપ્પા ના દબાણ ના કારણે મારી સાથે લગ્ન કરેલાં. જતો રહ્યો છોડી ને, ત્રણ વર્ષ થઇ ગયાં, પાછું વળીને જોયું પણ નહીં ક્યારેય. આ મારાં મમ્મી-પપ્પા નથી તે મારા સાસુ-સસરા છે. હું દીકરી નથી એમની પુત્રવધૂ છું પણ દીકરીની જેમ રાખે છે મને, કેમ છોડી સકું એ લોકોને. તેને રડતાં રડતાં આખી કહાની કહી નાખી.