કોઝી કોર્નર - 16

(41)
  • 4.2k
  • 4
  • 2.1k

બીજા દિવસે ગમે ત્યાંથી એક જીપની વ્યવસ્થા કરવાની હતી.થોડીવારે બીજા છોકરાઓ પણ આવ્યા અને એમને પણ પરેશ ને છોડાવવાના અભિયાનની જાણ થઈ. હોસ્ટેલમાં અજીબોગરીબ શૂરવીરતાનું જાણે કે મોજું ફરી વળ્યું.અનેક વિદ્યાર્થીઓ અમારી સાથે આવવા તૈયાર થયા. એમાંથી જે લોકો ગીર વિસ્તારમાંથી આવ્યા હતા એ બધાએ તો કહ્યું કે આતો અમારા આંગણે અવસર કહેવાય.અમે કનકાઈ જોયું છે અને કાળો ડુંગર પણ જોયો છે એટલે અમે તો ચોક્કસ આવશું. બીટીએ કહ્યું કે લશ્કર મોટું થતું હોય તો આપણા બાપાનું શુ જાય છે...ભલેને આવતા..  આખરે ગીરના જંગલમાં તુલસીશ્યામ અને કનકાઈ વગેરે સ્થળોની ટુરનું આયોજન હોવાનું જણાવીને બીજા દિવસે બસ બાંધવાનું અને જે ખર્ચ થાય