પ્રણય સપ્તરંગી પ્રકરણ - 27 સીમા ઘરમાં પ્રવેશતા સાથેજ સાગરનાં ફોન આવવાની રીંગ સાંભળી ત્યાંજ સામે સરલા બહેને પ્રશ્ન કર્યો અરે દીકરા શું શું ખરીદી લાવી ? સીમાથી ફોન ઉપાડવાની જગ્યાએ કેન્સલ થઇ ગયો અને એણે હડબાડાટમાં ફોન કટ કર્યો. અને સામે મંમીને કહ્યું "અરે માં બસ થોડાં ડ્રેસ અને સાગર માટે ટીશર્ટ લીધાં છે. માં એ કહ્યું "સારું કર્યું ચાલ તારે હવે બહાર જવા આવવાનું વધુ જવાનું સારું કર્યું લઇ આવી. અને કહ્યું ચાલ તારાં માટે ગરમા ગરમ કોફી બનાવવા કહ્યું. અને એમણે બૂમ પાડી મહારાજને બે કોફી બનાવવા કહ્યું. સીમાએ કહ્યું "માં બે કોફી કેમ ?