દીવાલ

(52)
  • 3k
  • 2
  • 1.2k

સડક પર બસ પૂરપાટ દોડી રહી છે. એનાથીયે વધારે તેજ ગતિએ વિશાલની નજર સમક્ષ એક પછી એક દ્રશ્ય તાજા થતાં જાય છે. તેનું ગામ, તેનું પ્યારું વતન નજીક આવતું જાય છે. તેમ તેમ તેના રોમેરોમમાં બચપણની યાદો ઉભરાઈ રહી છે. અહા! એ બાળપણના દિવસો, એ બાળ ગોઠિયા, ગામનું પાદર અને પાદરના એક એક ઝાડવાં, નદી અને ખેતરો.! ચરરર.. કરતી બસ ઊભી રહે છે. વિશાલ તંદ્રામાંથી એકાએક જાગે છે. અરે! મારું ગામ આવી ગયું. ખભા પર થેલો લટકાવી નીચે ઉતરે છે. મનમાં પરિવારને મળવાની ઉત્કંઠા છે. એક રોમાંચ છે. આજે એક વર્ષ થયું હતું એણે ગામ છોડ્યું એને. બાર સાયન્સ સુધીનો