હેપીનેસ

(18)
  • 3.2k
  • 2
  • 1k

આજે ઘણા દિવસો બાદ હું વેકેશનમાં ઘરે આવ્યો હતો. જયારે પણ ઘરે આવું એટલે એક અલગ પ્રકારની શાંતિ મળે, કેમકે ઘરે આવું એટલે સાવ ટેન્શન ફ્રી થઈ જાવ.અને ઉપરથી ગામડા ની મજા જ કંઈક અલગ છે. હુું હરહંમેશ ની જેમ જમ્યા બાદ ટીવી જોઈ રહ્યો હતો, ત્યાં મારા પપ્પા એ કહ્યું મારા એક મિત્ર ના ઘરે ભજન-કિર્તન નો કાર્યક્રમ છે. તુું પણ પહોંચી જાજે સમય પર, તને પણ આવવાં માાટે કહ્યું છે. મે કહ્યું હા પહોંચી જઈશ. હુું પણ પછી ત્યાં જવા તૈયાર થઈ ગયો. ત્યાં જઈને હું પણ બેસી ગયો.