લાંબા સમયથી ઘરમાં પૂરાયેલ બાળક જેમ બહાર નીકળતા મુક્તપણે વિહરવા માંડે તેમ નિસર્ગ આજે લાંબી ઠંડી પછી ફૂલોની મનમોહક સુવાસયુક્ત પવન રૂપે વિહરતો હતો. જાણે આખીય સૃષ્ટિને નવજીવન મળતું હોય. હા ખરેખર આ નવજીવન લાવવાનો જ સમય હતો. માનવ જીવનને આ સ્વર્ગથી પણ સોહામણા પૃથ્વી લોકમા લાવવાનો.. આ જ કુદરતી વૃતિથી પ્રેરિત આદમ ઈવ તરફ ગ્યો. અરે ગ્યો શુ ખેંચાયો. દૂરથી જ ઈવને જોતાં એક અદમ્ય આકર્ષણ અનુભવાણુ. શુ છે એ ન સમજાયું કદાચ પેલા સફરજન ખાધાનું પરિણામ હોય. ઈવ સામું જોવે એ પહેલા આદમે ઈવને બાહુપાશમાં પુરી દીધી. ઇવે આ અચાનક થયેલ આક્રમણથી માંડ પોતાની જાતને છોડાવી થોડી દુર