હિમાલયની પૃષ્ઠભૂમિ - કુદરતી સંગીતનો લયબદ્ધ લીસોટો એટલે જિમ કોર્બેટ નેશનલ પાર્ક

(14)
  • 4.8k
  • 1
  • 1.3k

આખા દિવસની મુસાફરી પછી એક એવા વિસ્તારમાં પ્રવેશ્યા જ્યાં પ્રકૃતિએ મારું સ્વાગત એક અલગ પ્રકારના સંગીતથી કર્યું. કોઇપણને પોતાના મોહપાશમાં જકડી લેવા સમર્થ એવી પ્રકૃતિ, પક્ષીઓના કલરવ અને મંદમંદ વહેતી કોસી નદીના પાણીનો રવ લયબદ્ધ રીતે મને હિમાલયના પાલવમાં એક બાળકની માફક આવકારી રહ્યો હતો. વિશાળકાય સાલના વૃક્ષો અને નાનકડો એવો વર્તુળાકાર રસ્તો પોતે જ મારી સાથે આંગળી પકડીને મુસાફર બનીને ચાલતો હોય એવું હું અનુભવી રહ્યો હતો. સુર્યના કિરણો ગાઢ જંગલને વીંધીને ધરણીને ચૂમી રહ્યા હોય એવુ અપ્રતીમ દ્રશ્ય જોઇ ને ઘડીભર માટે પણ છોડીને જવાનુ મન ન થાય. ક્ષિતિજ પર ડુબી રહેલા સૂરજના પ્રકાશથી સોનેરી રંગે રંગાયેલો રસ્તો