એક સમય હતો જ્યારે દર વર્ષે દિવાળીની ખરીદી કરવા મમ્મી પપ્પા સાથે બજારમાં જતા. રેડીમેઈડ કપડાના કોઈ આલીશાન શો-રૂમમાં પ્રવેશતા ત્યારે એવું લાગતું કે સાવ પામર અને પાંગળી ઓળખ લઈને કોઈ રાજમહેલમાં પ્રવેશી ગયા હોઈએ. મમ્મી પપ્પાની આંગળી પકડી રાખવાનો ત્યારે પહેલો ફાયદો સમજાયો. આપણા ગજા અને લાયકાત બહારની જગ્યાએ પહોંચવું હોય, તો મમ્મી પપ્પાને સાથે રાખવા.