ડોક્ટરની ડાયરી - સીઝન - 2 - 5

(211)
  • 18.7k
  • 20
  • 11k

દાયકાઓ પહેલાંની ઘટના છે. ડો. શુક્લ સાહેબે મને તાજેતરમાં જ એમની જિંદગીનો યાદગાર અનુભવ કહી સંભળાવ્યો. અત્યારે સાહેબની ઉંમર બાણું વર્ષની છે. આ ઘટના વખતે તેઓ પચાસ વર્ષના હતા. “એક સાંજે હું મારી સિવિલ સર્જ્યન તરીકેની ફરજ પૂરી કરીને મારા સરકારી બંગલામાં જમી પરવારીને ત્રણ મિત્રોની સાથે બ્રિજ રમી રહ્યો હતો, ત્યારે હોસ્પિટલની એમ્બ્યુલન્સ આવીને દરવાજા પાસે ઊભી રહી. ડ્રાઇવર ગણેશે આવીને કહ્યું”, “સાહેબ, એક ઇમરજન્સી કેસ આવ્યો છે. તાત્કાલીક ઓપરેશન કરવુ પડે તેમ છે. હું આપને લઇ જવા માટે આવ્યો છું.”