64 સમરહિલ - 29

(191)
  • 9.2k
  • 11
  • 6.3k

છત્રીના ઓટલા પર એક પગ ટેકવીને બીજા પગે ત્વરિતે ઝિંકેલી બળકટ લાતનો કારમો પ્રહાર ખાધા પછી અલાદાદના ગળામાંથી ઘડીક અવાજ સુદ્ધાં નીકળી શક્યો ન હતો. પાંસળીમાંથી લવકારા નીકળી રહ્યા હતા અને મોંમાંથી લાળ પડવા લાગી હતી. બીજો કોઈ આદમી હોત તો ત્વરિતની આવી વજનદાર લાત ખાધા પછી ઘડીભર ઊભો ન થઈ શક્યો હોત, પણ આ અલાદાદ હતો. પારાવાર પીડા અને મોંમાંથી સરી રહેલા કણસાટ વચ્ચે ય તેણે તાયફો માપી લીધો હતો.