ચીસ - 25

(127)
  • 6.1k
  • 9
  • 3k

કાળા અંધકારનો ઓછાયો લબકારા લેતી લાઈટમાં ડરાવી રહ્યો હતો.દિવાલમાંથી નિકળેલા લંબગોળ આઈનાને ધારી-ધારી આલમ અને ઈલ્તજા જોઈ રહેલાં.. આઈનો બિલકુલ સાફ હતો. અને એ લંબગોળ આઇનામાં બંનેનાં પ્રતિબિંબ વિચિત્ર લાગતા હતાં. ઉપરથી માથાનો ભાગ સંકોચાઈને પપૈયા જેવો બની ગયો હતો અને ગરદનથી નીચે બોડીનો ભાગ ખૂબ ફૂલી ગયો હતો.આવા વિચિત્ર આઈનામાં ઈલ્તજાને પોતાનું પ્રતિબિંબ જોઈ સૂગ ચડી..આલમને કંઈક કહેવા એણે જેવી પીઠ ફેરવી એ સાથે જ અંધકારનો આશરો લઇ આઈનામાંથી નીકળેલા વરુના નહોર જેવા નખ વાળા હાથે પીઠ પાછળથી એના કુર્તાને ચીરી નાખ્યો.બદન ઉપર કોઈના નહોર વાગતાં એ સહમી ગઈ.. કુર્તો ચીરાયો હતો એટલે કોઈ અડક્યું હતું એ વાત હન્ડ્રેડ પર્સન્ટ સત્ય