નક્ષત્ર (પ્રકરણ 25)

(163)
  • 4.5k
  • 8
  • 1.8k

બીજી સવારે દિમાગમાં એ જ સવાલો સાથે હું ઉઠી. બારી બહાર નજર કરી તો સુરજ ખાસ્સો એવો ઉપર દેખાતો હતો. પોતાની દિનચર્યા પર નીકળ્યાને સુરજને ખાસ્સો એવો સમય થઈ ગયો હોય એમ લાગતું હતું. એનો અર્થ એ હતો કે આજે ફરી હું મોડે સુધી ઊંઘી રહી હતી. મેં ફટાફટ નીચે જઈ મમ્મીના હાથની એ જ કડક ચા પીધી. ત્યારબાદ થોડીકવાર ફ્રેશ થઇ બધા જ સવાલોને બાજુ પર મૂકી મેં સાયકોલોજીનો પ્રોજેક્ટ પતાવ્યો. સાયકોલોજી મને ન ગમતા વિષયોમાનો એક હતો એટલે જ એ વિષય પ્રોજેક્ટ હું છેલ્લે પૂરો કરી રહી હતી. એવુ જ થતું જયારે હું કંટાળેલી હોઉં એ વખતે જ