ચિત્રાને આ પાર્ટીનો માહોલ અસ્વસ્થ કરી રહ્યો હતો અને એ પોતાને અહીં એકલી અનુભવી રહી હતી. સુહાસના આગ્રહને કારણે એ આ પાર્ટીમાં આવી હતી. સુહાસના કોઈ બાળપણના મિત્રની બહેન,અશ્લેષાએ પાર્ટી રાખી હતી, એના દીકરાની અઠારમી જન્મદિવસની ઉજવણી નિમિત્તે. વર્ષો પછી સુહાસ અને અશ્લેષા મળી રહ્યાં હતાં. સુહાસની ઈચ્છા હતી કે ચિત્રા, અશ્લેષાને મળે. જોકે, આટલાં વર્ષોમાં ક્યારેય સુહાસે એના મિત્ર કે એની બહેનનો ઉલ્લેખ કર્યો ન હતો એટલે મળવાની વાત તો ઘણી દૂરની હતી. કદાચ એટલે ચિત્રાને સુહાસનો આ આગ્રહ થોડો વિચિત્ર લાગ્યો. છતાં એણે આવવામાં કોઈ વાંધો ન હતો. પણ, સુહાસ આમ અચાનક એને એકલી મૂકી ક્યાં ગાયબ થઈ