ધ રીંગ - 2

(402)
  • 8.4k
  • 25
  • 7.2k

ભંગાણ ને આરે ઉભેલાં અમન ની જીંદગી માં તોફાન મચેલું હોય છે.. નશા ની હાલતમાં કાર ચલાવી રહેલાં અમનને રસ્તામાં એક યુવતી મળે છે જેનું નામ આલિયા હોય છે.. આલિયા એક કોલગર્લ હોય છે જેનું હમણાં જ બ્રેકઅપ થયું હોવાનાં લીધે એ પણ તણાવમાં હોય છે.. આલિયા ની તરફ ખેંચાણ અનુભવતો અમન આલિયા નાં દબાણ ને વશ થઈ એની પાછળ પાછળ આલિયા નાં કોટેજ માં પ્રવેશે છે. આ કોટેજ તો બહુ જ સુંદર છે.. આજુબાજુ નજર ઘુમાવતાં કોટેજની બનાવટ ને જોઈ અમન બોલ્યો. એ તો હોય જ ને.. એની માલકીન જો આટલી સુંદર છે.. અમન તરફ જોઈ કાતીલ મુસ્કાન વેરતાં આલિયા બોલી.. આલિયા ની આ અદાઓ જોઈ અમનને એ વાત ગળે ઉતરી ગઈ એ સાચેમાં એ એક હાઈ સોસાયટી પ્રોફેશનલ કોલગર્લ જ હતી.