અતીતના પડછાયા - 9

(65)
  • 3.7k
  • 4
  • 2.4k

ટરરર... ડ્રાઉ... ડ્રાઉ... મનહુસ સન્નાટામાં તમરા અને દેડકાઓનો ગુંજતો અવાજ ધ્રુજારી પેદા કરતો હતો. હાથને હાથ ન દેખાય તેવું ગાઢ અંધારું છવાયેલું હતું. રાતના લગભગ બાર વાગ્યાનો સમય થયો હતો. ચારે તરફ સોંપો પડી ગયો હતો. બાવળના કાંટાને ચીરતો સૂસવાટાભેર પવન વાઈ રહ્યો હતો. દૂર-દૂર કૂતરાઓના ભસવાના અવાજો ને સાથ આપતા હોય તેવા વગડામાં શિયાળોના ચિલ્લાવાના અવાજ થોડી થોડી વારે આવતા હતા.