વહેલી સવારે સુરજે આકાશમાં ફેલાયેલ અંધકારને દુર કરવા અજવાળાની પીંછી ચલાવી. હું ઉઠી એ પહેલા એણે લગભગ અંધકારને ભગાડી મુકયો હતો. ઝાંખા સુરજના કિરણો ગળણાથી ગળાઈ આવતા હોય એવા કોમળ હતા. વાદળ ઊંઘમાંથી ઉઠી દરિયાની મુલાકાતે દક્ષીણ જઈ રહ્યા હતા. વાતાવરણના દરેક ઘટકમાં ઉત્સાહ હતો પણ મારા હૃદયમાં ઉત્સાહ નહોતો. આજે કપિલ કોલેજ આવવાનો નહોતો. મારો દિવસ વર્ષ જેવો લાંબો થવાનો હોય એમ મને લાગ્યું. મારે કોલેજ જવું નહોતું પણ મમ્મીને કેમ નથી જવું એ સમજાવવા કોઈ કારણ નહોતું. ઘરે પણ દિવસ કઈ રીતે પસાર થશે એ ડરથી હું કોલેજ જવા તૈયાર થઇ. મારા પગ એકદમ ધીમા ચાલ્યા હતા. કોલેજ