એકાએક રૂમમાં અજવાળું આવતા નિસર્ગની આંખો ખુલે છે. તે ઘડિયાળ માં જુએ છે આઠ વાગી ગયા હતા. આજે તેને અઢી મહિના પછી એક રાહતભરી ઉઘ લીધી હતી. અને નીર્વી તો હજુ પણ સુતી હતી તે નીર્વી ને જગાડતો નથી. પણ તેને આમ મસ્ત જોઈ તેના પર વ્હાલ ઉભરાઈ આવે છે અને તે તેનુ કપાળ પ્રેમથી ચુમી લે છે. એટલામાં જ નીર્વી જાય છે અને નિસર્ગનો હાથ પકડીને કહે છે , ગુડમોર્નિગ આજે કેટલા મહિના પછી આપણને ત્રણેય ને શાંતિથી ઉઘ આવી. હા આપણુ બેબી પણ આજે શાંતિથી સુઈ રહ્યું છે જાણે.... પછી તેઓ મોડું થયુ હોવાથી ફટાફટ રેડી થઈ ને