અજવાળાંનો ઓટોગ્રાફ - 23

(14)
  • 3.9k
  • 1.3k

આપણે અવારનવાર આપણી ગૌરવગાથાઓ આસપાસના લોકોને સંભળાવતા હોઈએ છીએ. આપણી સફળતા, આપણી ઉપલબ્ધિઓ કે આપણને મળેલા મૂલ્યવાન ઈનામોની આપણે છડેચોક જાહેરાત કરીએ છીએ. સફળતા એ બજારમાંથી ખરીદેલા બ્રાન્ડ ન્યુ કપડા જેવી છે. એ પહેરવાની જેટલી મજા છે, એનાથી વધારે મજા લોકોને દેખાડવાની છે. સાવ અજાણી કે અપરિચિત વ્યક્તિ સાથે પણ આપણે આપણી સફળતા વહેંચી લેતા હોઈએ છીએ. પરંતુ નિષ્ફળતાનું એવું નથી. આપણી નિષ્ફળતાઓ માટે આપણે બહુ પઝેસીવ હોઈએ છીએ. એ આપણે કોઈની સાથે શેર કરી શક્તા નથી.